મુંબઇઃ જ્યારે કોઇ વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે પ્રેમ થઇ જાય છે, ત્યારે તે કંઇપણ કરવા માટે તૈયાર રહે છે. ક્યારેક કોઇ ઘટના એવી પણ ઘટી જાય છે ત્યારે તે ખુદ મોટા જમેલામાં પડી જાય છે. પ્રેમમાં પાગલ થયેલાના કિસ્સામાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે, અને તે છે બૉલીવુડના સુપરસ્ટાર સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીનો. 


ખરેખરમાં, થોડાક દિવસો પહેલા અહાન શેટ્ટી પોતાની ડેબ્યૂ ફિલ્મ સાથે જાડાયેલી એક પ્રમૉશનલ ઇવેન્ટમાં સામેલ થયો હતો. જ્યાં તેને લાઇફની સૌથી ડરાવનો અને ભયંકર અનુભવ વિશે પુછવામાં આવ્યુ હતુ. આ સવાલનો જવાબ આપતા અહાને કહ્યું કે, મારો સૌથી ડરાવનો અનુભવ સ્કાય ડાઇવિંગ હતો.


અસલમાં આ આખો કિસ્સો મારી પ્રેમિકાના જન્મદિવસનો હતો. અહાનની પ્રેમિકાએ તેના જન્મદિવસ પર અહાનની પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો હતો અને તેને અહાનને વિમાનથી કુદવાનુ કહ્યું હતુ. અહાને ખુલાસો કરતા કહ્યું કે- જ્યારે તેને મને કહ્યું હતુ કે આજે તારે આ કરવાનુ જ છે. બસ, મે પછી કંઇજ ના વિચાર્યુ અને તેના માટે વિમાનમાંથી સીધો નીચે કુદી ગયો. જોકે, પ્રેમમાં આવી દીવાનગી તમારી ગર્લફ્રેન્ડને તો ખુશ કરી શકે છે પરંતુ ક્યારયે જીવનુ જોખમ પણ પેદા કરી શકે છે. 


25 વર્ષીય અહાન શેટ્ટી બૉલીવુડમાં તડપ ફિલ્મથી ડેબ્યૂ કરી રહ્યો છે, ડેબ્યૂને લઇને સુનિલ શેટ્ટી અને તેના ફેન્સ ખુબ ખુશ છે. સુનીલ શેટ્ટી ફિલ્મના પ્રમૉશનમાં તેનો સાથ આપી રહ્યા છે. આ પહેલા અહાન કો-એક્ટ્રેસ તારા સુતરિયા અને પપ્પા સુનીલ શેટ્ટી સાથે જાણીતા રિયાલિટી શો 'બિગ બોસ'ના સેટ પર ફિલ્મના પ્રમોશન માટે પણ પહોંચ્યા હતા. 




 


Omicron: બ્રિટનમાં 'Omicron' નો વિસ્ફોટ, એક દિવસમાં 101 નવા કેસ, PM બોરિસ જ્હોન્સને કહ્યું - ડેલ્ટા કરતા વધુ ચેપી છે


India Corona Cases: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, 60 ટકાથી વધુ કેસ કેરળમાં


હાર્દિક પંડ્યા ક્રિકેટથી થયો દુર, ઇજાઓથી કંટાળીને કઇ મોટી ટૂર્નામેન્ટ રમવાના ચોખ્ખી ના પાડી દીધી, હવે શું કરશે, જાણો વિગતે


ભારત સામેની સીરીઝ પહેલા ગભરાઇ ગઇ દક્ષિણ આફ્રિકાની ટીમ, લઇ લીધો આ મોટો નિર્ણય, જાણો વિગતે


કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ