Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 11માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.

   


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8439 નવા કેસ નોંધાયા છે અને 195 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9525 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા  93733 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5180  કેસ નોંધાયા છે અને 134 સંક્રમિતોના મોત થયા છે.  


બે દિવસમાં કેટલા કેસ નોંધાયા કેટલા કેસ નોંધાયા


મંગળવારે 6822 નવા કેસ નોંધાયા હતા અને  220  સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 8306 નવા કેસ નોંધાયા હતા અને  221  સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 129, 54, 19,975 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 73,62,000 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,13,130  ટેસ્ટ કરવામાં આવ્યા છે.


ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 65 હજાર 953

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 89 હજાર 137

  • એક્ટિવ કેસઃ 93 હજાર733

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 952