Bollywood:એક્ટ્રેસ જિયા ખાનના નિધન બાદ સુરજ પંચોલી પર અનેક આરોપ લાગ્યાં. આ કેસ હવે સીબીઆઇમાં ટ્રાન્સફર થયો છે.બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી રહેલા સુરજ પંચોલીની મુશ્કેલી એકવાર ફરી વધી છે. તાજેતરમા જ જિયા ખાન સુસાઇડ કેસમાં નવો વળાંક આવ્યો છે ત્યારબાદ આ કેસ સીબીઆઇ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાયો છે. આ તમામ ઘટના બાદ સુરજ પંચોલીનું નિવેદન સામે આવ્યું છે.


 સુરજ પંચોલીએ નિવેદન આપતા કહ્યું, “હું એ વાતને લઇને ખુશ છું કે, બહુ જલ્દી સત્ય લોકોની સામે આવી જશે”. આ સાથે સુરજે એ પણ કહ્યું કે, જો તે આ કેસમા દોષી જાહેર થાય તો તેને સજા મંજૂર છે.


જો હું દોષી હોઉં તો સજા મળે:સુરજ પંચોલી
તાજેતરમાં જ ટાઇમ્સમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુરજ પંચોલે કહ્યું કે, “ જો હું દોષી જાહેર જાઉં, મારા પર લાગેલા આરોપ સત્ય સાબિત થાય તે મને સજા મળે અને નિર્દાષ સાબિક થાવ તો મને તમામ આરોપથી મુક્ત કરવામાં આવે” તેમણે કહ્યું કે, ઘણો વિલંબ થયો. બહુ પહેલા કેસ સીબીઆઇને સોંપી દેવાની જરૂર હતી પરંતુ એવું ન થયું પરંતુ હવે વિલંબથી પણ જે નિર્ણય લેવાયો છે. તેનાથી મને રાહત થઇ છે.


છેલ્લા 8 વર્ષમાં બહુ બધું સહન કર્યું :સુરજ પંચોલી
સુરજ પંચોલીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં મારી છબી ખૂબ જ ખરાબ થઇ છે. જો કે આ ખરાબ સમયમાં મારા પરિવારે મારો સપોર્ટ કર્યો અને હું પણ આ બધું જ ભુલીને આગળ વધવા માંગું છું. હવે મને અને મારા પરિવારને આશા છે કે, સીબીઆઇ કોર્ટ બહુ જલ્દી આ મામલે નિર્ણય લાવશે.


2013માં કરી હતી સુસાઇડ
જિયા ખાને 3 જૂન 2013ના દિવસે જુહુ એપાર્ટમેન્ટમાં સુસાઇડ કરી લીધી હતી. તેના આ પગલાથી સમગ્ર બોલિવૂડ સ્તબ્ધ થઇ ગયું હતું. જિયા ખાનના મોત બાદ તેમના ઘરેથી 6 પાનાની સુસાઇડ નોટ મળી હતી. જેમાં સુરજ પંચોલીનું નામ લખ્યું હતું. આ સુસાઇડ નોટમાં અનેક પ્રકારના ખુલાશા કરવામાં આવ્યાં હતા અને સુરજ પંચોલી પર પણ આરોપ મૂકવામાં આવ્યાં હતા. જેના પગલે સુસાઇડ માટે મજબુર કરવાનો સુરજ પંચોલી પર આરોપ છે.