મુંબઈ: ઈડી અને સીબીઆઈની ટીમ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની તપાસ કરી રહ્યું છે. સુશાંતના મોત પાછળ શુ રહસ્ય છે આ મામલામાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે કહ્યું કે જો સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી આ તપાસમાં સીબીઆઈને સહયોગ નહી કરે તો તેની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.
વિકાસ સિંહે કહ્યું એક વખત રિયા ચક્રવર્તીની આ મામલે સીબીઆઈ પૂછપરછ શરૂ કરે અને પછી જો તેણે તપાસમાં સહયોગ ન આપ્યો અથવા સ્પષ્ટ જવાબ નહી આપે તો તેની ધરપકડ કરવામાં આવી શકે છે. મને આશા છે કે તપાસ યોગ્ય દિશામાં જઈ રહી છે.
આ સાથે જ વિકાસ સિંહે કહ્યું, સીબીઆઈ તરફથી પણ રિયા ચક્રવર્તીને સમન્સ મોકલવામાં આવશે જ્યારે તેઓ પોતાના સમગ્ર પ્લન તૈયાર કરી લેશે. હાલમાં સીબીઆઈની તપાસ ટીમ તમામને એક્ઝામિન કરી રહ્યું છે. એક વખત તેઓ પોતાનું હોમવર્ક યોગ્ય રીતે કરી લે બાદમાં રિયાથી પૂછપરછ શરૂ કરશે.
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓ સોમવારે મુંબઈના એક રિસોર્ટમાં ગયા હતા જ્યાં અભિનેતાએ કથિત રીતે કેટલાક મહિના પસાર કર્યા હતા. અધિકારીઓએ ડીઆરડીઓ અતિથિ ગૃહમાં અભિનેતાના રસોઈયા અને મિત્રની પૂછપરછ પણ ચાલુ રાખી હતી.
સુશાંતના પરિવારના વકીલ બોલ્યા- CBI તપાસમાં સહયોગ ન કરવા પર રિયાની ધરપકડ પણ થઈ શકે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2020 07:18 PM (IST)
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલા સીબીઆઈના અધિકારીઓ સોમવારે મુંબઈના એક રિસોર્ટમાં ગયા હતા જ્યાં અભિનેતાએ કથિત રીતે કેટલાક મહિના પસાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -