મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બાંદ્રા પોલીસે ચાર્ટર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નિવેદન નોંધ્યું છે. આત્મહત્યા કેસની તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સુશાંત સિંહના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ સંજય શ્રીધરનું નિવેદન બુધવારે રેકોર્ડ કરવામાં આવ્યું છે.


પોલીસે અભિનેતાની નાણાકીય લેવડ-દેવડ સંબંધમાં શ્રીધર પાસે જાણકારી મેળવી હતી. આ પહેલા પોલીસે પ્રોડક્શન હાઉસની સાથે અનુબંધ વિશે જાણકારી માંગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે સુશાંતનો યશરાજ ફિલ્મ્સ સહિત ત્રણ પ્રોડક્શન હાઉનસ સાથે કરાર હતો. પોલીસ યશરાજ બેનરના પ્રતિનિધિઓ સાથે પૂછપરછ કરી જાણકારી મેળવી રહી છે કે અભિનેતાનો અનુબંધને લઈને કોઈ વિવાદ તો નહોતો ને જેના કારણે આત્મહત્યા કરવા સુધી મજબૂર થવું પડ્યું. સુશાંત સિંહ રાજપૂતના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ શ્રીધર સિવાય પોલીસ અત્યાર સુધીમાં 22 લોકોના નિવેદનો લીધા છે.

નોંધનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના દિવસે પોતાના બ્રાન્દ્રા સ્થિત ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી દવાઓનું સેવન કરી બીમારી પર કાબૂ મેળવવાની કોશિશમાં હતો. ઘટનાના થોડા દિવસો પહેલા જ તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધુ હતું.

અભિનેતાની આત્મહત્યા બાદ એ વાતને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી કે તેણે બોલીવૂડના કારોબારી પ્રતિદ્રિંદતાના કારણે મોતને વ્હાલુ કરવું પડ્યું. જેને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઘટનાના અલગ-અલગ એંગલ પર તપાસ કરવા માટે પોલીસને નિર્દેશ આપ્યા હતા.