સર્ચ એન્જિન યાહૂએ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ લોકોની યાદી બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં લોકોએ સૌથી વધારે દિવંગત બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતને સર્ચ કર્યો, જ્યારે તેની પ્રેમિકા એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને સૌથી વધારે સર્ચ કરવામાં આવનારી મહિલા સેલિબ્રિટી રહી. આ વર્ષે જૂનમાં પોતોના ઘરે જ મૃત મળી આવેલ સુશાંત ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલ વ્યક્તિ બની ગયા છે. ત્યારે આ વર્ષે ટોચના 10 સ્થાનોમાં રાજનીતિક હસ્તિોની એક મોટી હાજરી પણ છે.


2017 બાદ આ પ્રથમ વર્ષ છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદીમાં નંબર વન સ્થાન નથી મેળવ્યું. આ વર્ષે પીએમ મોદી બીજા ક્રમ પર છે. ત્રીજા સ્થાન પર રિયા છે. ત્યાર બાદ રાહુલ ગાંધી, અમિત શાહ, ઉદ્ધ ઠાકરે, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, અમિતાભ બચ્ચન અને કંગના રનૌત છે.



સુશાંત ‘મોસ્ટ સર્ચ મેલ સેલિબ્રિટી’ ક્લાસમાં સૌથી ઉપર છે, ત્યાર બાદ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, ઇરફાન ખાન અને ઋષિ કપૂર છે.

રિયા આ વર્ષની મોસ્ટ સર્ચ ફીમેલ સેલિબ્રિટીની યાદીમાં નંબર એક પર છે. વર્ષ 2020ના ટોપ ન્યૂઝમેકર્સની વાત કરીએ તો પીએમ મોદી પ્રથમ નંબર પર રહ્યા, સુશાંત અને રિયા બીજા સ્થાન પર સંયુક્ત રીતે અને રાહુલ ગાંધી ત્રીજા સ્થાન પર રહ્યા છે.

અભિનેતા સોનૂ સૂદને આ શ્રેણીમાં એક વિશેષ સ્થાન મેળવ્યું છે અને તેને હીરો ઓફ ધ યર ચૂંટવામાં આવ્યા. કોરોના મહામારીની વચ્ચે પ્રવાસીઓના ઘર પહોંચવામાં મદદ કરવાના તેમના પ્રયત્નોના વખાણ કરવામાં આવ્યા છે.