સામે આવ્યું ‘કેદારનાથ’નું નવું પોસ્ટર, કંઈક આ અંદાજમાં જોવા મળી સારા અલી ખાન
ફિલ્મની વાત કરીએ તો તેમા એક લવ સ્ટોરી બતાવી છે જે 2013માં કેદારનાથમાં આવેલા ભયાનક પૂરના બેકગ્રાઉંડ પર બની છે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય પાત્રમાં છે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂર છે.
પોસ્ટરમાં સુશાંત પીઠ પર સારાને લઈને પર્વત પર ચઢતા દેખાય રહ્યા છે. આ દરમિયાન સારા અલી ટ્રેડિશનલ અવતારમાં છે અને સ્માઈલ કરી રહી છે. પોસ્ટર સાથે જ ફિલ્મની રિલીઝની ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આગામી 7 ડિસેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થશે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન અપકમિંગ મૂવી કેદારનાથથી બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સારાની સાથે એક્ટર સુશાંત સિંહ રાજપૂત જોવા મળસે. હાલમાં જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
આ પોસ્ટરને ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપૂરે પોતાના ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યુ છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે, કોઈપણ વિપદા પ્રેમને હરાવી શકતી નથી. અ સાથે જ તેમણે જણાવ્યુ કે ફિલ્મનુ ટીઝર પણ રજુ થશે.