મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુત મોત કેસની તપાસમાં દિવસેને દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એવામાં કેસ વધુ ગુચવણભર્યો બની રહ્યો છે. ત્યારે ઈડીએ મોટો ખુલાસો કર્યો છે. ઈડીના અધિકારીએ જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના એકાઉન્ટમાંથી તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ફ્લેટના હપ્તા કપાતા હતા. આ ફ્લેટ સુશાંત સિંહ રાજપૂતના નામ પર બુક છે. અંકિતાનો આ ફ્લેટ મલાડમાં છે.


અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂત માટે સીબીઆઈ તપાસની માંગ અને ન્યાય માંગવાને લઈ પરિવાર સાથે સૌથી આગળ છે. તેની સાથે અંકિતાએ અનેક ટીવી ચેનલ્સમાં સુશાંત મુદ્દે ઈન્ટર્વ્યૂ પણ આપ્યા છે. એવામાં આ વાતનો ખુલાસો વધુ હેરાન કરનારો છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંત અને અંકિતા લગભગ 6 વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનમાં રહ્યાં હતા. સુશાંત સાથેના બ્રેક અપ બાદ અંકિતા બિઝનેસમેન વિક્કી જૈન સાથે મૂવ ઓન કરી ચૂકી હતી તો સુશાંત રિયા ચક્રવર્તી સાથે પોતાના જીવનમાં આગળ વધી ગયો હતો.
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના એપાર્ટમેન્ટમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ તેની તપાસ કરી રહી છે. સીબીઆઈએ પણ આ કેસમાં એફઆઈઆર નોંધી છે.