Sushant Singh Rajput Case: મુંબઇની સ્પેશ્યલ કોર્ટે લગભગ એકવર્ષ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તીના બેન્ક એકાઉન્ટ ડીફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. મુંબઇની કોર્ટે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty Case)ની અરજીને સ્વીકારી લીધી છે. આ અરજીમાં તેને પોતાના બેન્ક એકાઉન્ટને અનબ્લૉક કરવાની અપીલ કરી હતી. રિયાના બેન્ક એકાઉન્ટને તેની ધરપકડ બાદ ફ્રિઝ કરી દેવામાં આવ્યા હતા. રિયાની ધરપકડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલાની ચાલી રહેલી તપાસમાંથી નીકળેલા ડ્રગ્સ કેસમાં થઇ હતી. નારકોટિક્સ કન્ટ્રૉલ બ્યૂરો એનસીબી)એ તેની ધરપકડ કરી હતી અને તેના બેન્ક એકાઉન્ટને ફ્રિઝ કરાવ્યા હતા. 


બાર એન્ડ બેન્ચની એક રિપોર્ટ અનુસાર, રિયાની અરજી પર સુનાવણી કરતા સ્પેશયલ જજ ડીબી માનીએ નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રૉપિક સબ્સટેન્સ (એનડીપીએસ) અધિનિયમ અંતર્ગત કહ્યું- તે ખાતાઓને ડીફ્રિઝ કરવા માટે પ્રતિવાદી (એનસીબી) તરફથી કોઇ સખત આપત્તિ નથી, આવી પરિસ્થિતિઓમાં, અરજીકર્તા (રિયા ચક્રવર્તી) તે બેન્ક ખાતા અને એફડીને ડીફ્રીઝ કરવાની હકદાર છે.


સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટે આદેશ કર્યો છે કે રિયાને તેના લેપટૉપ, મોબાઇલ ફોન અને અન્ય ગેજેટ્સ પરત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ દરમિયાન ચક્રવર્તીના એકાઉન્ટને ફ્રીજ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેના મોબાઇલ ફોન અને લેપટૉપને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. 




અરજીમાં રિયાએ શું કહ્યું-
રિયાએ કોર્ટમાં કરેલી પોતાની અરજીમાં કહ્યુ હતુ કે તેની આર્થિક સ્થિતિ સારી નથી, તેના ખાતામાં જમા પૈસાનો ઉપયોગ કરવાની મંજરી આપવામાં આવે, જેને કોર્ટે માની લીધી છે.