મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પંચતત્વમાં વિલીન થયા છે. તેમના પિતાએ તેમને મુખાગ્નિ આપી હતી. સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.
સ્મશાનની બહાર બોલીવૂડ હસ્તીઓ અને તેના મિત્રો ઉભા હતા પરંતુ ઘણા લોકોને અંદર નથી જવા દેવામાં આવ્યા અને અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ સામેલ થયા હતા. સુશાંત સિંહના પિતાની તબીયત પણ હાલ સારી નથી દિકરાની અંતિમ ક્રિયા વખતે તેમને સહારો લેવો પડ્યો હતો.
શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન, વરુણ શર્મા, અભિષેક કપૂર સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતાં. આ ઉપરાંત ટીવી સેલેબ્સ પણ આવ્યા હતાં.
સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસીની વાત સામે આવી છે. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે સવારે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.