મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે બૉલીવુડમાં માત્ર 12 ફિલ્મો અને થોડીક ટીવી સીરિયલો-શૉના માધ્યમથી બહુ મોટી મોટી સંપતિ બનાવી લીધી હતી. તે પોતાના 50 સપનાઓને જીવવાનુ પણ શરૂ કરી ચૂક્યો હતો. એક્ટર શિવભક્ત હતો, તે અવારનવાર સોશ્યલ મીડિયા પર આધ્યાત્મિક મુદ્દાઓ પર વાતો પણ કરતો હતો. તેને ભગવાન શિવ અને બ્રહ્માંડ પ્રિય વિષય હતા. પરંતુ દરેકને સવાલ થશે કે સુશાંત સિંહ પાસે કેટલી સંપતિ હતી?

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એક અલગ પ્રકારનો માણસ હતો, આ એક્ટર પાસે એક પોતાનુ ફ્લાઇટ સિમ્યૂલેટર હતુ, જે પાયલટ્સને ટ્રેનિંગ આપવા માટે મોટી મોટી સંસ્થાઓ ખરીદે છે, તે બૉઇંગ 737 પર આધારિત હતુ, ઉપરાંત તેને એક મોંઘુ ટેલિસ્કૉપ Meade14 LX600 પણ ખરીદ્યુ હતુ.

એક્ટરે ખુબ મોંઘી અને સ્ટાઇલિશ BMW K 1300 R પણ ખરીદી હતી, તે લક્ઝરી કાર માસેરાતી ક્વાટ્રાપોર્ટ ચલાવતા હતા, અને હંમેશા લેન્ડ રૉવર એસયુવીમાં ફરતા હતા, આ રીતે લગભગ 59 કરોડ રૂપિયાની તેની નેટવર્થ હતી.



અભિનેતા ફિલ્મ માટે તે 5 થી 7 કરોડ રૂપિયા લેતો હતો, તે એકમાત્ર ભારતીય હતો જેને ચંદ્ર પર જમીન ખરીદી હતી, તેના પહેલા એક ફેનને શાહરૂખ ખાનને પણ ચંદ્ર પર જમીન ગિફ્ટ કરી હતી, એટલે કે સુપરસ્ટાર શાહરૂખે આની ખરીદી ન હતી.

ઉપરાંત એક્ટરે મે 2018માં તેને સીરિયલ એન્ટરપ્રીન્યૉર વરુણ માથુરની સાથે Innsaei Ventures પ્રાઇવેટ લિમીટેડ કંપની ખોલી હતી. Innsaei શબ્દનો અર્થ આઇસલેન્ડમાંથી લીધો છે, જેનો અર્થ થાય છે intuition. આ બિઝનેસ મૉડલ એક ખાસ હતુ, જે બૌદ્ધિક સંપતિ અને ટેકનોલૉજીના કન્વર્ઝેન્સ પર આધારિત હતુ. આ વેન્ચરની મદદથી તે સામાજિક અને આર્થિક ફેરફારો પર કામ કરી રહ્યાં હતા.



પોતાના વેન્ચરને લઇને સુશાંત સિંહે કહ્યું હતું કે બદલાતી ટેકનોલૉજીથી સોશ્યલ કલ્ચરલ અને ઇકોનૉમિક સ્ટ્રક્ચર પર ખુબ ખરાબ અસર પડી રહી છે. આનુ એજ્યૂકેશન, એમ્પ્લૉયમેન્ટ, એન્ટરેટન્ટમેન્ટ અને હેલ્થ પર ખુબ ખરાબ અસર થશે.

અભિનેતાની કંપની Innsaei મુખ્ચ રીતે ચાર વર્ટિકલ -કન્ટેન્ટ એન્ડ કૉમ્યુનિકેશન, હેલ્થ એન્ડ હૉલિસ્ટિક વેલનેસ, એજ્યૂકેશન એન્ડ લર્નિંગ અને બિઝનેસ ઇન્ક્યૂબેશનમાં કામ કરે છે. આ કંપનીમાં સુશાંત સિંહ એડિશનલ ડાયરેક્ટર હતા.