sushant Singh Rajput Death Anniversary: સુશાંત સિંહ રાજપૂતે અચાનક જ એવી રીતે દુનિયાને અલવિદા કહી દીધું કે, તેના ચાહકો અને પ્રિયજનો ઊંડા આઘાતમાં સરી પડ્યાં. સુશાંત સિંહ રાજપૂતની ડેથ એનવિર્સરી પર ચાહકોએ તેમને યાદ કર્યા અને ફરી એક વાર તેમને શ્રદ્ધાંજલિ આપી. બીજી તરફ, સુશાંતસિંહ રાજપૂતની બહેનો પ્રિયંકા સિંહ, મિતુ સિંહ અને નીતુ સિંઘે પણ તેમના ભાઈની હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. ત્રણેય બહેનોએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી અને તેમના ભાઈ સુશાંતને યાદ કરતી ઇમોશનલ નોટ પણ લખી છે.
સુશાંતની બહેને લખી ઇમોશનલ નોટ
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરમાં, સુશાંતની બહેનો તેમના ભાઈની તસવીર નજીક બેઠેલી જોવા મળી રહી છે. સુશાંત માટે શાંતિ સભા આયોજીત કરવામાં આવી હતી. જેમાં સુશાંતની તસવીરને ફુલોથી સજાવવામં આવી હતી. અને આ તસવીરને ફૂલોથી સજાવવામાં આવી છે. પ્રિયંકાએ સુશાંત પછી તેના જીવન વિશે વાત કરી અને લખ્યું કે તે સર્વાઇવર્સ ગિલ્ટ સાથે જીવી રહી છે.
માના ગયા બાદ તુજ અમારી પ્રેરણા હતો-પ્રિયંકા
તેણે લખ્યું કે હવે તારા ગયા બાદ હવે જિંદગી પહેલા જેવી નથી રહી. માના ગયા પછી તું જ તો અમારી પ્રેરણા હતો. તમારી ગેરહાજરીમાં, હવે દયા, આશા અને જીવનમાં સહન કરવાની શક્તિ નથી રહી. હવે ફક્ત યાદો અને લાગણીઓ સાથી છે. જેમા અસહાયતા છે લાચારી છે અને ગુસ્સો પણ છે. આ બધાની વચ્ચે જિંદગી ચાલી રહી છે.
તું દરેક પલમાં હાજર છે- પ્રિયંકા
પ્રિયંકાએ લખ્યું કે, માનું છું તું આ ધરતી પર અમારી સાથે નથી પરંતુ તું અમારી જિંદગીની દરેક પળમાં મોજૂદ છે. તું ખરેખર હંમેશા માટે અમર થઇ ગયો છે અને હાં તારા વિના હું આ દુનિયામાં સર્વાઇવર્સ ગિલ્ટ સાથે લડી રહી છું