નવી દિલ્હીઃ નવા આઇટી કાયદાઓને લઇને કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા ટકરાવ વચ્ચે સંસદની સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિએ ટ્વિટરના અધિકારીઓને 18 જૂનના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ સંસદીય સમિતિએ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અધિકારીઓને પણ પોતાનો પક્ષ રાખવા હાજર થવા કહ્યું છે.
આ અંગે સંસદ ભવન સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે, સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલી ચર્ચાને આગળ વધારવામાં આવશે. પેનલ નવા આઇટી કાયદા અને તાજેતરમાં જ થયેલી કેટલી ઘટનાઓ જેમાં મૈન્યુપ્લેટીવ મીડિયા વિવાદ અને દિલ્હી પોલીસ દ્ધારા ટ્વિટરના અધિકારીઓને નવી ગાઇડલાઇન્સને લઇને પૂછપરછને લઇને ચર્ચા કરશે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર પેનલ અગાઉ ટ્વિટરના પક્ષને જાણશે બાદમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અધિકારીઓને નાગરિકોના અધિકારીઓને સુરક્ષિત રાખવા સોશિયલ મીડિયા અને ઓનલાઇન ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મના ખોટા ઉપયોગ સહિત ડિઝિટલ દુનિયામાં મહિલાની સુરક્ષા પર વિશેષ ધ્યાનના વિષય પર પુરાવા રજૂ કરવાની તક આપશે.
સૂચના અને ટેકનોલોજીની સ્થાયી સમિતિની અધ્યક્ષતા કોગ્રેસ નેતા અને થિરુવનંતપુરમના સાંસદ શશિ થરુર કરશે. થરૂરે ટ્વિટરના અધિકારીઓને અનેક મુદ્દાઓ પર પક્ષ રાખવા બોલાવ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર સાથે ટ્વિટરનો ટકરાવ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયો હતો. દરમિયાન કેન્દ્રિય ટેકનોલોજી મંત્રાલયે ટ્વિટરને એ કન્ટેન્ટ બ્લોક કરવા કહ્યુ હતું જેમાં વડાપ્રધાન મોદીના વહીવટીતંત્ર પર દેશમાં ખેડૂત આંદોલનને લઇને ટીકાઓને ખત્મ કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. બાદમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધારવા નવો કાયદો રજૂ કર્યો. જેને શરૂઆતમાં ટ્વિટરે માનવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ જ્યારે ટ્વિટરે ભાજપના કેટલાક નેતાઓના ટ્વિટને મૈન્યુપ્લેટિવ મીડિયા એટલે કે હેરફેર કરનારી જાણકારી ગણાવી ત્યારે ટ્વિટર અને સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઇ હતી. બાદમાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ટ્વિટરની ઓફિસની મુલાકાત લીધી તો કંપનીએ પોતાના કર્મચારીઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડૂ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના ટ્વિટર એકાઉન્ટ આગળથી બ્લૂ ટિક હટાવી દીધું હતું. જોકે, વિરોધ થતા બંન્નેના એકાઉન્ટ પર બ્લૂ ટિક પાછું આવી ગયું હતું.