નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની સુસાઈડ બાદ પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં બે ડઝનથી વધારે લોકોના નિવેદન સામેલ છે. રિયા ચક્રવતી, ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા અને સુશાંતના પરિવારના સભ્યો સામેલ છે.


આજે બોલીવુડના સૌથી મોટા પ્રોડક્શન બેનરમાંથી એક યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપડાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. તેમનું નિવેદન બાંદ્રા પોલીસના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું હતું. શુક્રવાર પોલીસે સુશાંત સિંહની સારવાર કરનારા ડો. કેરસી ચાવડાનું પણ નિવેદન નોંધ્યું હતું.



ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ 14 જૂને પોતાના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત મળ્યો હતો. એક્ટરના મોત બાદ તેમની સાથે જોડાયેલા લોકોએ પોલીસ તપાસમાં ખુલાસો કર્યો કે સુશાંત લગભગ 6 મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હતો. તેને લઈને તે ટ્રીટમેન્ટ પણ લઈ રહ્યો હતો. તેના નજીકના મિત્રો અને તેમના ક્રિએટિવ મેનેજર સિદ્ધાંત પિઠાનીએ તેમના નિવેદનમાં તેના ડિપ્રેશનની વાત કરી હતી.