ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 46516 પર પહોંચી છે. શુક્રવારે વધુ 17 લોકોના મોત થયા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2108 પર પહોંચ્યો છે. શુક્રવારે રાજ્યામાં અત્યાર સુધીના સૌથી વધુ 949 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 32944 દર્દીઓ સાજા થયા છે.


રાજ્યમાં હાલ 11464 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 11393 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 32944 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,12, 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, શુક્રવારે વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશન,-2, ભાવનગર-1,ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન -1, પાટણ-1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2108 પર પહોંચ્યો છે.