સુશાંત સિંહ રાજપૂતને સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ 'ગોલિયો કી રાસલીલા રામ-લીલા' ઓફર કરાઈ હતી બાદમાં તેને આ ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે તેનો યશરાજ ફિલ્મ્સ સાથે કરાર હતો, એટલે સુશાંતે આ ફિલ્મને સાઈન નથી કરી.
જ્યારે, સંજય લીલા ભણસાલીનીવધુ એક સુપરહિટ ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે સુશાંત સિંહ પ્રથમ પસંદ હતો. પરંતુ બાદમાં તે આ ફિલ્મમાં પણ તે કામ ન કરી શક્યો. એ સમયે જણાવવામાં આવ્યું કે સુશાંત આ દરમિયાન યશરાજની ફિલ્મ પાની પર કામ કરી રહ્યો હતો. હવે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે પોલીસ એ તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે કેમ સુશાંતને આ મોટી ફિલ્મોને કયા કારણોથી છોડવી પડી.
તેના મોત બાદ જ કહેવામાં આવી રહ્યું છે કે તેનુ ફિલ્મી કરિયર કઈ ખાસ નહોતુ ચાલી રહ્યું. તેને ફિલ્મો ઓફર તો થઈ રહી હતી પરંતુ છેલ્લા સમયે તેને ફિલ્મોમાંથી હટાવવામાં આવતો હતો. સુશાંતે યશરાજની ફિલ્મ પાનીને લઈ આશરે 7 મહિનાની ટ્રેનિંગ અને વર્કશોપ કર્યું પરંતુ બાદમાં ફિલ્મને બંધ કરી દેવામાં આવી હતી.