ભણસાલીના સમર્થનમાં સુશાંત સિહં રાજપૂતે ઉઠાવ્યુ આ બોલ્ડ પગલુ, જાણો શું કર્યુ ટ્વિટ
સુશાંત સિંહે એક ટ્વિટ પણ કર્યુ છે જેમાં લખ્યું છે કે, માનવતા અને પ્રેમથી મોટી કોઈ જાતિ નથી. કોઈ પણ પ્રકારનું વિભાજન પોતાના ફાયદા માટે જ કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુશાંતે ટ્વિટર પર લખ્યું છે કે, જ્યાં સુધી આપણે અટકથી વળગેલા રહીશું ત્યાં સુધી આપણે આવી ઘટનાના ભોગ બનશું. આપણે આપણા નામથી જ ઓળખ બનાવવી પડશે. સુશાંતે પોતાના ટ્વિટર અકાઉઁટ પરથી તેની સરનેમ હટાવી લીધી છે. સુશાંત સિંહ રાજપૂતે રાજપૂત કરણી સેના દ્વારા કરાયેલા આ હુમલાના વિરોધમાં પોતાની અટક હટાવી લીધી છે.
આ મામલે આખુ બોલીવુડ ભણસાલીના સમર્થનમાં આવ્યું છે. અ બોલીવુડના તમામ દિગ્ગજ એક્ટર-એક્ટ્રેસ, પ્રોડ્યુસર-ડાયરેક્ટરે ભણસાલાન સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. આ યાદીમાં ‘એમ.એસ.ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે.
મુંબઈ: બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ પદ્માવતીના શૂટિંગ દરમિયાન શુક્રવારે મારપીટ થઈ હતી. જયગઢ કિલ્લામાં ફિલ્મના શૂટિંગ દરમિયાન કરણી સેનાના કાર્યકર્તાઓએ ભણસાલીને લાફો માર્યો હતો ને ગેરવર્તણૂક કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -