પટના: સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રી રિયા પર પ્રેમમાં સુશાંતને ફસાવી તેના પૈસા કઢાવવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. પટનાથી ચાર પોલીસવાળાની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલસે રિયા ચક્રવર્તીની આશરે 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે થોડા દિવસો પહેલા રિયા ચક્રવર્તીએ કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બ્રાંદ્ર સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પોલીસને તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ નહોતી મળી. સુશાંત સિંહના અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખબર પડી હતી કે તેના શરૂર પર કોઈ ઈજાના નિશાન નહોતા મળ્યા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનું મોત ફાંસીના કારણે શ્વાસ લેવામાં તકલીફના કારણે થયું છે. ત્યારબાદ પ્રોવિઝનલ વિસેરા રિપોર્ટ સામે આવી હતી જેમાં તેના શરીરમાં કોઈપણ પ્રકારનું કેમિકલ કે ઝેર નહોતું મળ્યું.
મુંબઈ પોલીસે આ મામલે અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, આદિત્ય ચોપડા, સંજય લીલા ભણસાલી અને મહેશ ભટ્ટ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની પૂછપરછ કરી છે. ફિલ્મકાર કરણ જોહરની પણ મુંબઈ પોલીસ પૂછપરછ કરશે.
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે નોંધાવી ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2020 06:48 PM (IST)
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -