કોરોના મહામારીને કારણે ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીએ જન્મદિવસની ઉજવણી રદ કરી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jul 2020 04:01 PM (IST)
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ કોરોના મહામારીમાં જન્મ દિવસે રૂબરુ શુભેચ્છા આપવા આવવાની કરી મનાઇ.
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ૩૦મી જૂલાઇએ યોજાનાર જન્મદિવસની ઉજવણી નહીં કરાય, તેમ જણાવ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સમર્થકોને અપીલ કરી છે અને કોરોના મહામારી વચ્ચે રૂબરૂ મુલાકત મોકુફ રાખેલ છે, તેમ જણાવ્યું છે. તેમણે જે લોકો શુભેચ્છા આપવા માંગતા શુભેચ્છકોનો આભાર માનતા અપીલ કરી છે કે, કોરોનાના કાળ દરમિયાન સહુ સલામતી વર્તે. તેમણે રૂબરુ આવવાની ના પાડી છે. ટેલિફોન થઈ શકે તો કરવો ન થાય તો પણ ચિંતા ન કરવી. તેમણે ઇશ્વરને પ્રાર્થના કરીએ કે જલદીમાં જલદીમાં આ સંકટ પૂરું થાય.