દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારે તેને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ફાઉન્ડેશનની સ્થાપના કરશે. આ ફાઉન્ડેશનનું નામ સુશાંતના નામ પર જ સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન હશે. આ ફાઉન્ડેશનનું કામ સિનેમા, રમત અને વિજ્ઞાનમાં પ્રતિભાશાળી લોકોને આગળ લાવવાનું હશે. આ ત્રણેય ક્ષેત્રો સુશાંતના દિલની ખૂબ નજીક હતા.

સુશાંત સિંહના પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે પટનામાં સુશાંતના બાળપણનું ઘર એક મેમોરિયલમાં બદલવામાં આવશે, જેમાં તેના સંબંધિત સામાન,તેની પસંદગીના પુસ્તકો અને કિંમતી સામાન તેનો ટેલીસ્કોપ પણ રાખવામાં આવશે. એક્ટર હોવા છતા સુશાંત વિજ્ઞાનમાં રુચિ રાખતો હતો, તેને કવિતાનો શોખ હતો.

સુશાંત સિંહ રાજપૂતનાં પરિવાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે 'તે ખૂબ જ વાચાળ અને અકલ્પનીય હતો. તે દરેક વસ્તુ વિશે જાણવા માંગતો હતો. તેણે કોઈ પણ બંધન કર્યા વિનાનું સપનું જોયું અને એક શેરદિલની જેમ તેનો પીછો કર્યો.

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે 'અમે વિજ્ઞાન સાથે જોડાયેલી તેની વાતો ફરી સાંભળી શકશું નહીં. તેના જતા રહ્યા બાદ પરિવારમાં એક કમી રહી ગઈ છે, જે ક્યારેય પુરી નહીં શકાય. અમે તેનું ઈંસ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજ ચલાવીશું જેથી તેની યાદોને જીવંત રાખી શકાય.