નવી દિલ્હી: એક્ટર સુશાંત સિંહ રાજપૂત હાલમાં રિયા ચક્રવર્તી સાથેના અફેરને લઈને બોલિવૂડ ટાઉનમાં ચર્ચામાં છે. બન્નેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. પરંતુ સુશાંત અને રિયાએ ક્યારેય પણ પોતાના રિલેશનને અંગે જાહેરમાં સ્વીકાર કર્યો નથી. બન્ને માત્ર એકબીજાને સારા મિત્રો ગણાવે છે. ત્યારે હવે ચર્ચા એ ચાલી રહી છે કે આ કપલ લદાખમાં વેકેશન માણી રહ્યું છે. સુશાંત અને રિયા લદાખમાં હોલિડે ઇન્જોઈ કરી રહ્યાં છે. જેનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયો છે. સુશાંત અને રિયાએ પોતાના-પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. બન્ને તસવીરોમાં એક જ બાળક સાથે નજર આવી રહ્યાં છે. જેના પરથી અંદાજો લગાવી શકાય કે બન્ને વારાફરતી આ બાળક સાથે ફોટો ક્લિક કરી છે. તસવીરો પરથી સ્પષ્ટ છે કે બન્ને લદાખમાં વેકેશન માણી રહ્યાં છે. આ તસવીરને તેમના ફેન્સ ખૂબ લાઈક અને શેર કરી રહ્યાં છે. આમ તો સુશાંત સિંહ રાજપૂત જ્યારે પણ કોઈ ફિલ્મ કરે છે તો તેનું નામ કો-સ્ટાર સાથે ચર્ચામાં આવે  છે તે સામાન્ય વાત બની ગઈ છે. સુશાંતનું નામ રાબતા એક્ટ્રેસ કૃતિ સેનન અને કેદારનાથની એક્ટ્રેસ સારા અલી ખાન સાથે પણ જોડાઈ ચુક્યું છે. જો કેતેમણે આ વાતોને અફવા ગણાવી હતી.