મુંબઈ: બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના અલગ અલગ 50 સપના પૂરા કરવાનું ડ્રીમ લિસ્ટ શેર કર્યું છે. સુશાંત જીવનમાં આ તમામ સપના પૂરા કરવા માંગે છે. સુશાંતે ઇન્સ્ટાગ્રામ પર પાંચ પોસ્ટ છે. જેના પર તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રબર્તીએ કોમેન્ટ કરી છે.

સુશાંતની આ ડ્રીમ લિસ્ટમાં પ્લેન ઉડાડવાથી લઈને નેત્રહીન લોકો માટે કંપ્યૂટર કોડિંગ, છ સપ્તાહમાં સિક્સ પેક એબ્સ, લેબોર્ગિની કાર ખરીદવા જેવી અનેક વસ્તુઓ સામેલ છે. આ સિવાય તે પર્યાવરણ માટે પણ યોગદાન આપવા માંગે છે અને તેના માટે 1000 વૃક્ષ રોપવાની તૈયારી કરી રહ્યો છે.


રિયાએ સુંશાતની ડ્રીમ લીસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, મે તમને એક દિવસે જોયા હતા, તમે એક ડ્રીમર જેવા લાગી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે રિયા અને સુશાંત બન્ને ઘણીવાર એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવે છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહે છે.


વર્કફ્રન્ટની વાત કરીએ તો સુશાંત સિંહની હાલમાં જ ફિલ્મ છિછોરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, પ્રતીક બબ્બર જેવા સ્ટાર્સ સાથે નજર આવ્યા હતા.


(સૌ-ઇન્સ્ટાગ્રામ)