નવી દિલ્હીઃ ચાર રાજ્યોમાં પેટા ચૂંટણીનું બ્યૂગલ ગમે ત્યારે ફૂંકાઈ શકે છે. જેને લઈ દરેક પક્ષો અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ દ્વારા હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ સ્ક્રિનિંગ કમિટીની જાહેરાત કરવામાં આવી છે.

કમિટીના ચેરમેન તરીકે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા મધુસુદન મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સભ્યોમં દીપા દાસ મુંશી, દેવેન્દ્ર યાદલ, ગુલામ નબી આઝાદ, કુમારી શૈલજા અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને સામેલ કરવામાં આવ્યા છે.

છેલ્લા થોડા દિવસોથી સ્ક્રીનિંગ કમિટીને લઈ મંથન ચાલી રહ્યું હતું. હવે પાર્ટી રાજ્યની તમામ 90 સીટો માટે ઉમેદવારોની પસંદગી કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 10 દિવસમાં જ પ્રથમ યાદી જાહેર થઈ શકે છે.


ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ