મુંબઈઃ બોલિવૂડના શાનદાર એક્ટર્સમાંથી એક એવા સુશાંત સિંહ રાજપૂતનું મોત 14 જૂન 2020ના રોજ થયું હતું. તેના મોત બાદ અનેક વિવાદની વચ્ચે હવે વધું એક મોટો ખુલાસો થયો છે. ડેનમાર્કના એક એન્ટરપ્રેન્યોર-સિંગર એરિયન રોમલે ખુલાસો ક્રયો છે કે દિવંગત અભિનેતા ગરીબોની મદદ કરવા માટે એક આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઈ) પર આધારિત મોબાઈલ એપ વિકસિત કરવાની યોજના બનાવી રહ્યો હતો.

એરિયને એ પણ દાવો કર્યો કે તેને નથી લાગતું કે સુશાંત સિંહ ડ્રગ્સ લેતો હશે. તેમનું માનવું છે કે, સુશાંતના મોતનું રહસ્ય જરૂર બહાર આવવું જોઈએ.

ગરીબોની મદદ માટે એપ

એરિયને એક ન્યૂઝ એજન્સીને કહ્યું કે, “એક વર્ષ પહેલા માર્ચ અથવા એપ્રિલમાં થયેલ એક પાર્ટી દરમિયાન હું સુશાંતને મળ્યો હતો. તે સમયે અમે એક ટેક્નોલોજીને લઈને વાત કરી હતી. તેમણે એક મોબાઈલ એપ ડેવલપ કરવા વિશે વાત કરી હતી. 2020 સુધી તેને કંઇને કંઈ બનાવવું હતું. તે શું છે? તે એક એઆઈ આધારિત એપ બનાવવા માગતો હતો, જેથી તે ભારતમાં ગરીબોની મદદ કરી શકે.”

પ્રભાવશાળી હતા સુશાંત

એરિયને આગળ કહ્યું, “સુશાંત નેઇસકે વિશે વાત કરી પરંતુ વધારે કંઈ ખુલાસો ન કર્યો કારણ કે તે તેનો આઈડિયા હતો અને તેને ચોરી થવાનો ડર હતો. પરંતુ તેણે કોન્સેપ્ટ વિશે મેં જણાવ્યું. આ એપ દ્વારા તે ગરીબોની મદદ કરવા માગતો હતો.” તેમણે કહ્યું કે, ઘણાં લોકો હતા, જે કોઈપણ વ્યક્તિ પર પોતાનો પ્રભાવ છોડે છે. સુશાંત સિંહ રાજપૂત તેમાંથી એક હતા.