દિશા સાલિયાને માલવણીના જનકલ્યાણ નગરમાં જે ઇમારતના ફ્લેટથી કૂદીને આત્મહત્યા કરી તે તેના મંગેતર રોહન રાયનું ઘર હતું. રોહન પણ એક એક્ટર અને મોડલ છે.
મલાડના માલવણી પોલીસનો સંપર્ક કરવા પર એબીપી ન્યૂઝને જાણકારી મળી કે પ્રાથમિક નજરમાં આ આત્મહત્યાનો કેસ છે અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, પોલીસે યુવતીના માતા પિતાનું પણ નિવેદન નોંધ્યું છે, જેમાં તેમણે કોઈપણ પ્રકારની શંકા વ્યક્ત કરી નથી.
મુંબઈ પોલીસ ઝોન 11ના ડીસીપી મોહન કુમાર દહિકરે એબીપીને જણાવ્યું કે, “આ ઘટના મોડી રાત્રે 1 કલાકે ઘટી છે. ફ્લેટમાં દિશા સાલિયાન ઉપરાં તેના મંગેતર રોહન રાય અને તેમના કોમન ફ્રેન્ડ્સ પણ હાજર હતા. ખાવા પીવા અને દારૂ લીધા બાદ દિશા અચાનક ફ્લેટના બેડરૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી બારીમાંથી કૂદી ગઈ.”પોલીસ અધિકારી દહિકરે આનાથી વધારે જાણકારી આપવાની ના પાડી દીધી અને કહ્યું કે, પોલીસ કેસમાં આગળ તપાસ કરી રહી છે.
દિશા સાલિયાન મુંબઈના ઘણા ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ સાથે કામ કરતી હતી. તે સુશાંત સિંહ રાજપૂરનુ કામ સંભાળી રહી હતી અને રિપોર્ટ્સની માનીએ તો આજકાલ રિયા ચક્રવર્તીને રિપોર્ટ કરતી હતી. દિશા સાલિયાન કૉર્નરેસ્ટોન સ્પોર્ટ અને એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ માટે કામ કરતી હતી. આ પહેલા તે કાન, મીડિયા વિન્ટેજ અને ટાઈમ્સ ગ્રુપ સાથે કામ કરી ચૂકી હતી. ઈશ્વર તેના આત્માને શાંતિ આપે.