સુરત/નવસારી: ચોમાસાની સિઝનની શરૂઆત થાય તે પહેલાં ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે સુરત અને નવસારીમાં વહેલી સવારથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો. આ ઉપરાંત ભરૂચમાં ધીમીધારે વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારે સુરત અને નવસારીમાં વરસાદ શરૂ થયો હતો. નવસારી જિલ્લામાં આજે સવારે અચાનક કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યાં હતા ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી.
નવસારી શહેરના એસ.ટી બસ ડેપો, ટાવર રોડ સહિતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે સુરતમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
નોંધનીય છે કે, દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાને પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ગઈકાલે પણ દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેમાં ડાંગના વઘઈમાં 1.92 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં 1.65 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી આ બે શહેરમાં શરૂ થયો વરસાદ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2020 08:56 AM (IST)
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારે સુરત અને નવસારીમાં વરસાદ શરૂ થયો હતો. નવસારી જિલ્લામાં આજે સવારે અચાનક કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યાં હતા ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ
- - - - - - - - - Advertisement - - - - - - - - -