સુશાંત સિંહ રાજપૂતના પરિવારે કહ્યું- પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પટના લઈ જવાશે

બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આજે મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેતાના આકસ્મિક નિધન પર સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થયું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Jun 2020 06:50 PM

બ્રેકગ્રાઉન્ડ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પર મુંબઈ પોલીસે હાલ કોઈ કાવતરાની આશંકાનો ઈનકાર કર્યો છે. પોલીસની હાલ સુધી સુશાંત સિંહના ઘરેથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. હાલ તેનુ શબ હોસ્પિટલમાં...More

મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિનષેક ત્રિમુખેએ કહ્યું અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળે ફાંસો ખાવાના કારણે થયું છે પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ બતાવી શકે છે. અત્યાર સુધીમાં અમને કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી.