દિલ્હી હિંસાને લઈને સુશાંત સિંહએ એક શાયરી દ્વારા પોતાની વાત રાખી છે. સુશાંતે લખ્યું, “થક ગયે હોગે તુમ, સાંસ લે લો જરા. હિસાબ લગા લો કિ ટોપી વાલા થા, યા થા તિલક વાલા વો જો મરા. અબ ભી જી નહિં ભરા? મુઝે માર કર મિટતી હો નફરત તુમ્હારી, તો ખુદ ચલકર આઉંગા તુમ તક યે વાદા હૈ મેરા. બસ ઇતની મોહલત દેના એ દોસ્ત કિ જો ઘર તોડે હૈં તુમને, ઉનમેં સે કુછ તો મૈં ફિર બના દૂં જરા.’
સુશાંતે આ ટ્વીટ દ્વારા હિંસાના આરોપી પર કટાક્ષ કર્યો છે. સુશાંતના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ રિએક્ટર કરી રહ્યા છે. એક બાજુ જ્યાં કેટલાક લોકો તેના ટ્વીટના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના આ ટ્વીટને કારણે તેને ટ્રોલ કરી રહ્યા છે.
જણાવીએ કે, સુશાંત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે મોટેભાગે સામાજિક મુદ્દાઓ પર પોતાની વાત ખુલીને રાખે છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા સુશાંત ટીવીના શો સાવધાન ઇન્ડિયાથી બહાર કરવાને લઈને ચર્ચામાં હતા. સુશાંતે મેકર્સ પર આરોપ લગાવ્યો હતો કે સરકારના વિરોધમાં જવાને કારણે તેને શોમાંથી બહાર કરવામાં આવ્યો છે. જોકે મેકર્સે આ તમામ આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.