નવી દિલ્હીઃ એક્ટર સુશાંત સિંહ હાલમાં પોતાના કામને કારણે નહીં પણ વ્યક્તિગત જીવનને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેણે સીએએના પુરજોશથી વિરોધ કર્યો હતો. સાથે જ તે જામિયામાં થેયલ હિંસાના વિરોધમાં વિદ્યાર્થીઓને સપોર્ટ કરતાં જોવા મળ્યા હતા. હવે તેણે આધ્યાત્મિક ગુરુ સદગુરુ પર નિશાન સાધ્યું છે.

સદગુરુએ એક ટ્વીટ દ્વારા પોતાના આગામી યોગા અને આધ્યાત્મ પ્રોગ્રામના પ્રમોશન વીડિયોમાં સુશાંત સિંહની તસવીર તેની મંજૂરી વગર ઉપયોગ કરી હતી. બસ સુશાંતને આ પસંદ ન આવ્યું અને ટ્વીટર ભડાશ કાઢી હતી.


સુશાંતે ટ્વીટ કરતા લખ્યું,”પ્રિય સદગુરૂ, શું મેં તમને મારી તસવીરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી? તેમ છતા તમે મારી તસવીરનો ઉપયોગ કરવા માંગતા હતા તો મારા અનુભવને પણ જાહેર કરો, જે મેં અને મારી પત્નીએ તમારા આધ્યાત્મિક પ્રોગ્રામમાં તમને કહ્યો હતો. તે અમારા જીવનનો ખુબ જ ખરાબ અનુભવ હતો પરંતુ તે બે દિવસમાં તમે જે છ જોડી કપડા બદલ્યા હતા તે ખુબ જ શાનદાર હતું.” સુશાંતના આ ટ્વીટ પર સદગુરૂ તરફથી કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી.

સુશાંતની વાત કરીએ તો ગત દિવસોમાં જે પ્રકારે સીએએ વિરૂદ્ધ અને જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યો હતો, તેના કારણે ખુબ વિવાદ સર્જાયો હતો. જેના પછી સુશાંત સિંહને ‘સાવધાન ઇન્ડિયા’થી પણ હાથ ધોવા પડ્યા હતા.