અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ મૂકી હતી કે, ‘ભગવાન લોકોને આપણા જીવનમાંથી એટલા માટે દૂર કરે છે કે, ભગવાને એ વાતો સાંભળી હોય છે જે તમે નથી સાંભળી ualr’.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ચર્ચાનો મુદ્દો બની છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, આ વાક્ય સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે કોઈ ઈશારો કરે છે. સુશાંતના મોત પછી અંકિતાએ આ પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી પણ એ પહેલાં પહેલાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટના સ્ક્રીન શોટ લઈ લીધી હતા તેથી તે હવે વાયરલ થઈ ગઈ છે.
સુશાંત અને અંકિતાની મુલાકાત લોકપ્રિય ટીવી શો પવિત્ર રિશ્તા વખતે થઈ હતી. બંને સાથે કામ કરતાં હતાં ત્યારે એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. 2016માં તેમનું બ્રેકઅપ થયું હતું. તેનું કારણ અંકિતા લોખંડે વધારે પડતો શરાબ પીતી હોવાનું અને સુશાંત સિંહનું અફેર હોવાની ચર્ચા ચાલી હતી. સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ અંકિતા બિઝનેસમેન વિક્કી જૈનને ડેટ કરી રહી છે.