શું ભારત-ચીન સરહદ વિવાદ પર USA પ્રમુખ ડોલનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થતા કરશે? વ્હાઇટ હાઉસે કર્યો આ ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jun 2020 07:55 AM (IST)
આ પહેલા અમેરિકના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ચાલી રહેલ સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ.
નવી દિલ્હીઃ બોર્ડર વિવાદને લઈને ચાલી રહેલ તણાવની વચ્ચે ચીનના જવાનોની સાથે અથડામણમાં ભારતના 20 જવાન માર્યા ગયા છે. હવે આ મામલે વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ભારત ચીનની વચ્ચે મધ્યસ્થતાને લઈને એક સવાલના જવાબમાં કહ્યું છે કે, તેના પર કોઈ ઔપચારિક યોજના નથી. વ્હાઇટ હઉસની પ્રેસ સેક્રેટરી કેયલેગ મેકએનીને સવાલ કરવામાં આવ્યો હતો કે શું અમેરિકાના રાષ્ટ્રપતિ ભારત ચીનની વચ્ચે મધ્યસ્થતા કરશે? તેના પર કેયલેગ મેકએનીએ કહ્યું કે, “તેના પર કોઈ ઔપચારિક યોજના નથી.” તમને જણાવીએ કે, આ પહેલા અમેરિકના વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ચાલી રહેલ સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ. પ્રવક્તાએ કહ્યું કે, ‘ભારતીય સેનાએ જાહેર કર્યું છે કે તેના 20 જવાન માર્યા ગયા છે. અમે તેના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ તેની સાથે જ તેમણે કહ્યું કે, ભારત અને ચીન બન્ને દેશોએ તણાવ ઓછો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને અમેરિકા હાલમાં સ્થિતિનું શાંતિપૂર્ણ સમાધાન થાય તેનું સમર્થન કરે છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની વચ્ચે બો જૂન 2020ના રોજ ફોન પર થયેલ વાતચીત દરમિયાન બન્ને નેતાઓએ ભારત અને ચીનની સરહદ પર સ્થિતિ પર ચર્ચા કરી હતી.’