બોલિવૂડ:છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેન અને રોહમન શોલના બ્રેકઅપની અફવા સામે આવી રહી છે. જો કે હાલ બંને સોશિયલ મીડિયાના એક લાઇવ સેશન દરમિયાન જોવા મળ્યાં હતા.


સુષ્મિતા સેન બોલિવૂડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. હાલ તેમને એક એવોર્ડથી નવાજવામાં આવી હતી. જેનું નામ છે, ચેમ્યિયન ઓફ ચેન્જ. તેના માટે સુષ્મિતાએ શુક્રવારે તેમના ઇન્સ્ટ્રાગ્રામ પર એક લાઇવ સેશન કર્યું હતું. તેમણે તેમના ફેન્સ સાથે કેટલીક વાતો કરી. સુષ્મિતાએ એવોર્ડ મળવાની ખુશી શેર કરી હતી.


સુષ્મિતાને મળ્યો ચેમ્પિયન ઓફ ધ ચેલેન્જ અવોર્ડ


સુષ્મિતા સેને આ એવોર્ડ સામાજિક કલ્યાણ અને માહિલા સશક્તિકરણ માટે મળ્યો છે. તેમણે કહ્યું કે, મને ખબર છે કે, આ માટે મારા પિતા ગર્વ મહેસૂસ કરશે. તેમને વાયુસેનામાં અનેક વર્ષ અધિકારી તરીકે કામ કર્યું હતું. સુષ્મિતા સાથેનું આ સેશન ફેન્સ સાથે તે સમયે આ કારણે ખાસ બની ગયું, જ્યારે  રોહમન સુષ્મિતાની સાથે જોવા મળ્યો. સેશનમાં સુષ્મિતાના બોયફ્રેન્ડે પણ ભાગ લીઘો હતો.


લાઇવ સેશનમાં સાથે જોવા મળ્યાં સુષ્મિતા અને રોહમન


રોહમનના સેશનમાં આવ્યાં બાદ સુષ્મિતાએ તેની સાથે ઘટેલી એક ઘટના પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે રોહમન સવારે શેવ કરી રહ્યાં હતા તો તેમણે તેમના વાળોનો થોડો ભાગ પણ શેવ કરી દીધો હતો. રોહમન સેશનમાં આવ્યાં બાદ તેને છુપાવી રહ્યો હતો જો કે સુષ્મિતાએ આ વાત શેર કર્યાં બાદ તેમણે લૂક બતાવી દીધું. બંને એકબીજી સાથે ખૂબ જ ખુશ દેખાતા હતા. બંને સાથે  સુષ્મિતાની બંને દીકરીઓ અલીસા અને રૈને પણ જોવા મળી હતી.  આ બંને દીકરીઓ સુષ્મિતા સેને દત્તક લીધી છે.


 


આ વેબ સિરીઝમાં જોવા મળશે


સુષ્મિતા સેન બહુ જલ્દી તેમની વેબ સીરિઝ આર્યા 2માં જોવા મળશે.તેનું શૂટિંગ પણ પૂર્ણ થઇ ગયું છે.