સમગ્ર વિશ્વને હચમચાવનાર કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ચીને મોટેભાગે વાયરસને કન્ટ્રોલમાં કરી લીદો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ રસીકરણ અભિયાન હોવાનું કહેવાય છે. ચીન કે જ્યાં સૌથી વધારે વસ્તી છે ત્યાં લોકોને રસી લે તે માટે સરકાર દ્વારા અનેક ઓફર અને લાલચ આપવામાં આવી રહી છે.


જે લોકો રસી લેતા નહોતા તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે તેમને મફત ઇંડા, કરિયાણા અને અન્ય સામાન પર ડિસ્કાઉન્ટ અને કૂપન આપવામાં આવી રહ્યા છે. જેનો સરકારને ફાયદો પણ થયો છે. લોકો હવે રસી લેવા માટે આવી રહ્યા છે અને રસીકરણ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 


ચીનમાં રસીકરણની ધીમી શરૂઆત બાદ હવે દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે. જેમાં આ ઓફરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. માત્ર 26 માર્ચના દિવસે જ ચીનમાં 61 લાખ ડોઝ રસી આપવામાં આવી હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે જૂન મહિના સુધીમાં દેશના 56 કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે.


વર્ષ 2019માં ચીનમાં કોરોના વાયરસ ફેલાવાવનો શરૂ થયો હતો. 2020ના વર્ષમાં ચીની સરકારે હુબેઇ પ્રાંતમાં બે મહિના કરતા વધારે સમયનું લોકડાઉન લગાવ્યું. ચીને કડક નિયંત્રણો અને ત્વરિત લોકડાઉનના કારણે કોરોના પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે હવે રસીકરણ માટે તેઓ લોકોને વિવિધ ઓફર આપી રહ્યા છે.


ચીનમાં જ્યારે પણ કરોનાનો પ્રકોપ ઓછો થયો કે તરત જ લોકડાઉનમા છૂટ આપવામાં આવતી અને જેવો જ પ્રકોપ વધી જાય કે તર જ ફરીથી નિયમો કડક કરવામાં આવતા હતા. જોકે હવે કોરોના હવે ત્યાં નિયંત્રણમાં છે તો લોકો રસી લેવા નથી માગતા આ જ કારણ છે કે ચીનની સરકારે લોકોને આકર્ષવા માટે ઓફર આપી રહી છે.