નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને રોહમન શોલ પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહે છે. ઘણાં સમયથી બન્નેના લગ્નના અહેવાલ પણ આવી રહ્યા હતા, પરંતુ બન્નેએ આ અહેવાલને માત્ર અફવા ગણાવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રી પોતાના કરતા 15 વર્ષ નાનો બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

એક જાણીતા મેગેઝિનના અહેવાલ અનુસાર બન્ને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રોહમન સુષ્મિતાને પહેલા જ પ્રપોઝ કરી ચુક્યો છે અને અભિનેત્રીએ પણ તેના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. ભૂતકાળમાં જ્યારે સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનના લગ્ન થયાં હતાં, ત્યારે સુષ્મિતાનો બોયફ્રેન્ડ દરેક ફંક્શનના સભ્ય તરીકે પરિવારમાં જોડાયો હતો. લગ્નની કોઈ ઇવેન્ટ હોય કે કૌટુંબિક ફોટામાં રોહનમન દરેક જગ્યાએ દેખાય છે. સુષ્મિતા સેનને બે પુત્રીઓ પણ છે, જેને તેમણે દત્તક લીધી હતી.



જોકે તોડા સમય પહેલા બન્ને વચ્ચે બ્રેકઅપ થયાના અહેવાલ સામે આવ્યા હતા. બાદમાં સુષ્મિતાએ રોમાન્ટિક તસવીર શેર કરીને બ્રેકઅપની વાતને ફગાવી દીધી હતી. હવે સુષ્મિતાના ફેન્સ તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર બન્ને ટૂંકમાં જ પોતાના લગ્નની જાહેરાત કરી શકે છે.