સુષ્મિતા સેને બોયફ્રેન્ડ સાથે ઉજવી દિવાળી, તસવીર કરી શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Nov 2018 01:39 PM (IST)
1
થોડા દિવસો પહેલા સુષ્મિતાએ બોયફ્રેન્ડ સાથે આ રીતે વર્કઆઉટ કરતી હોવાની તસવીર શેર કરી હતી.
2
3
તસવીરમાં સુષ્મિતા અને રોહમન શાલનાનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. ઉપરાંત તસવીરમાં બંને દીકરીઓ પણ સાથે જોવા મળી છે.
4
મુંબઈઃ દેશમાં દિવાળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. બોલીવુડ સેલિબ્રિટી પણ આ તહેવાર રંગેચંગે ઉજવી રહ્યા છે. અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને મોડલ રોહમન શાલના અફેરની ચર્ચા ચાલી રહી છે. હાલના દિવસોમાં સુષ્મિતા સેન ઘણી વાર પોતાના મિત્ર સાથે જોવા મળે છે, બંને એકબીજાને ડેટ કરતા હોવાના પણ રિપોર્ટ્સ સામે આવ્યા છે.
5
દિવાળીના પર્વ પર સુષ્મિતા સેને તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ અંગેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.