મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા સેને પોતાના ફિટનેસને લઈને ખૂબ એક્ટિવ રહે છે. ઘણીવાર તે પોતાની એક્સરસાઈઝના વીડીયો અને તસવીરો સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરતી રહે છે. ત્યારે સુષ્મિતાએ વધુ એક વીડિયો મંગળવારે શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુષ્મિતા આ વીડિયોમાં જિમનેસ્ટિક રિંગ્સ સાથે વર્કઆઉટ કરતી નજર આવી રહી છે. જેમાં તે જબરજસ્ત એક્સરસાઈઝ કરી રહી છે. સુષ્મિતાએ આ વીડિયો શેર કરીને ખાસ મેસેજ પણ લખ્યો છે.


તેમણે લખ્યું કે “માત્ર પાંખો હોવાથી કંઈ નથી હાંસલ થતું. ઉડવા માટે તમારે તેને ઉડાડવાની ટ્રેનિંગ પણ લેવી પડે છે. આપણે બધા એ સમયની રાહ જોઈએ છે કે ક્યારે એ ખાસ પળ આવશે જે અમારી જિંદગીને એક અલગ ઓળખ આપે.પરંતું તે ક્યારે અને કઈ રીતે થશે તેને કોઈ નથી જાણતું. પરંતુ તે સમય પહેલા મહત્વપૂર્ણ એ છે કે આપણે તે પળનો સામનો કરવા માટે કેટલા તૈયાર છે. ”