બેંગલુરુઃ કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી ગઈ છે. આજે વિશ્વાસ મત પ્રસ્તાવ પર લાંબા હંગામાં બાદ વિધાનસભામાં વોટિંગ થયું હતું. વિશ્વાસમતના વિરુદ્ધ 105 વોટ પડ્યાં. જ્યારે વિશ્વાસમતના પક્ષમાં 99 વોટ પડ્યા હતા. કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસની સરકાર પડી જતાં કુમારસ્વામી રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું.


આ પહેલા કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ એક્સીડેન્ટલ સીએમ છે. તેમને કહ્યું કે, બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દેવાશે અને તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે. સ્પીકર રમેશ કુમારે સોમવારે કહ્યું હતું કે, મંગળવાર 6 વાગે ફ્લોર ટેસ્ટ કરાવી લેવામાં આવે. આ સાથે બેંગલુરુના પોલીસ કમિશનર આલોક કુમાર આગામી 48 કલાક સુધી શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે.


ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ તો સત્તા પક્ષ (ટ્રેઝરી બેંચ)માં મોટા ભાગે ધારાસભ્યો ગેરહાજર હતા. આ અંગે સ્પીકર રમેશ કુમારે નારાજગી વ્યક્ત કરી. તેઓએ પૂછ્યું કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે? આ પહેલાં રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો જેમાં તેઓએ માગ કરી કે તેમને મુલાકાત માટે 4 સપ્તાહનો સમય આપવામાં આવે. આ બળવાખોરને સ્પીકરે સોમવારે મળવાની નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે કહ્યું, ભાજપને સત્તા જોઈએ છે તો તેઓ સ્વીકારી કેમ નથી લેતા? તેઓ ઓપરેશન લોટસની વાત કેમ માનતા નથી? તેમણે બળવાખોર ઘારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત સ્વીકારી લેવી જોઈએ. કોંગ્રેસ ધારાસભ્યો કૃષ્મા બાયરે ગૌડાએ કહ્યું- અમે અસાધારણ સ્થિતિમાં છીએ. હું સ્પીકરને અપીલ કરુ છું કે, વિશ્વાસ મત માટે વોટિંગ પહેલાં રાજીનામા પર નિર્ણય લો.


ગુજરાતની કઈ સુપર સ્ટાર લોક ગાયિકા ભાજપમાં જોડાઈ, જાણો વિગતે

વર્લ્ડકપ બાદ વિન્ડિઝમાં પણ ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે આ નબળાઈ, જાણો વિગત

સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ પડ્યો વરસાદ, જાણો વિગત