ઈટલી નહીં આ જર્મન એક્ટ્રેસ ભજવશે સોનિયા ગાંધીનું પાત્ર, જુઓ PHOTOS
સંજય બારુના વિવાદિત પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ ધ મેકિંગ એન્ડ એનમેકિંગ ઑફ મનમોહન સિંહ’ પર આધારિત આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર અનુપમ ખેર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. ફિલ્મ 21મી ડિસેમ્બરે રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલાં એક ટીવી સિરીઝ માટે એક્ટ્રેસ નવની પરિહારે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. તેનો આ ફોટો સુજેને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો હતો.
સુજેન આ પહેલાં પણ સોનિયા ગાંધીનું પાત્ર ભજવી ચૂકી છે. તે સોનિયાના લુકમાં ‘પ્રધાનમંત્રી’ નામની ટીવી સિરીઝમાં દેખાઈ હતી.
એક્ટ્રેસ સુજેન બર્નેટ 35 વર્ષની છે અને ઘણી ભારતીય ભાષાઓ બોલી શકે છે. સુજેન બાંગ્લા, મરાઠી અને હિંદી બોલે છે. આ સિવાય તે મહારાષ્ટ્રના લોકનૃત્ય લાવણીમાં પણ નિપુણ છે.
એક્ટ્રેસ સુજેન બર્નેટ જર્મન મૂળની અભિનેત્રી છે અને તેના લગ્ન બોલિવૂડ અભિનેતા અખિલ મિશ્રા સાથે થયા છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે.
બીજી બાજુ આ ફિલ્મમાં સોનિયા ગાંધીના પાત્ર માટે એક્ટ્રેસની ખોજ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સોનિયા ગાંધીનું પાત્ર સુજેન બર્નેટ નિભાવશે. તેનો લુક પણ સામે આવ્યો છે. આગળ જુઓ, સોનિયાનું પાત્ર ભજવનારી સુજેન આખરે કોણ છે…
નવી દિલ્હીઃ સંજય બારુના પુ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ પર આ જ નામથી એક ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં લંડનમાં ચાલી રહ્યું છે. નોંધનીયછે કે, પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ પૂર્વ ભારતીય પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના પ્રધાનમંત્રી બનાવ પર લખવામાં આવ્યું છે. તેના પર બની રહેલ ફિલ્મમાં જાણીતા એક્ટર અનુપમ ખેર ડો. મનમોહન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -