સલમાન ખાન છે ISIનો એજન્ટ, બિગ બોસના ઘરમાં આપે છે ડ્રગ, જાણો કોણે મુક્યા આક્ષેપ
સ્વામી ઓમ આટલાથી રોકાયા નહીં પણ તેમણે કોગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આઇએસઆઇ એજન્ટ ગણાવી દીધા. તેમણે આરોપ લગાવ્યો કે બિગ બોસના ઘરમાં જે ખોટુ થઇ રહ્યું છે તે માટે સોનિયા ગાંધી જવાબદાર છે. તે આવું કરવા માટે શોને કરોડો ડોલર આપે છે.
મુંબઇઃ બિગ બોસના ઘરમાંથી ઓમ સ્વામીને હટાવ્યા બાદ સ્વામી ઓમે સલમાન ખાન વિરુદ્ધ સનસનીખેજ નિવેદન આપ્યું છે. એક ટીવી ચેનલ પર ડિબેટ દરમિયાન ઓમ સ્વામીએ સલમાનને આઇએસઆઇનો એજન્ટ ગણાવ્યો હતો. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાન બિગ બોસના ઘરમાં ડ્રગની સપ્લાય કરે છે.
સ્વામી ઓમે કહ્યું કે સલમાન ખાન આઇએસઆઇ એજન્ટ છે અને તે હિન્દુ પરંપરાનો વિરોધી છે. તે મારા ખાવામાં ડ્રગ ભેળવતો હતો. જેને કારણે શો દરમિયાન મારુ વર્તન વિચિત્ર રહ્યુ હતું.
એક ચેનલ સાથેની વાતમાં ઓમ સ્વામીએ કહ્યું કે, મે ઘરમાં પ્રથમ દિવસે ખાવાનું ખાધુ તેનાથી મારા વર્તનમાં ફેરફાર આવવા લાગ્યો હતો. હું બિમાર હોવાનો અનુભવ કરતો હતો. બાદમાં મને દવા આપવામાં આવી પણ તેની કોઇ અસર થઇ નહીં. ત્યારે મને લાગ્યું કે તે ડ્રગ હતું.
જોકે, થોડી જ વારમાં પોતાના નિવેદનોથી પલટતા સ્વામીએ કહ્યું કે, જો તેને ફિનાલેમાં બોલાવવામાં ના આવ્યો તો તે ફિનાલે યોજવા દેશે નહીં. હું ત્યાં જઇને સલમાન ખાનને મંચ પર જ માર મારીશ. હું એક લાખ લોકોને લઇને ત્યાં જઇશ. હું સલમાન ખાનને જીવતો મારીશ નહીં કારણ કે હું તેને સજા આપવા માંગુ છું. हूं.
શો પર પાછા ફરવા પર ઓમ સ્વામીએ પોતાની શરતો જાહેર કરી હતી. સ્વામીએ કહ્યું કે, 10 જાન્યુઆરીના રોજ મારી પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન મારા પગમાં પડીને માફી માંગશે તો જ હું શોમાં પાછો ફરીશ.
સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે બિગ બોસના ઘરમાં સ્પર્ધકોને જે ખાવાનું આપવામાં આવે છે તેમાં ડ્રગ ભેળવવામાં આવે છે. નોંધનીય છે કે સ્વામી પર શો દરમિયાન કિચનમાં યુરિન કરવાનો આરોપ હતો. જેનાથી ગુસ્સે થઇ બિગ બોસે તેઓને ઘરમાંથી હાંકી કાઢ્યા હતા.