પાયલ રોહતગી સ્વરા ભાસ્કરના આ વીડિયો પર ટ્વિટ કરીને લખ્યું છે કે – રામ રામજી, મજા આવી જાય જો આનું નામ એનઆરસીમાં ના હોય, લાગે છે કે તે પોતાના પરિવારથી છૂટી પડી ગઇ છે. રોહિંગ્યા લાગે છે…કદાચ ડરી ગઇ છે. કારણ કે તેની પાસે ન ડિગ્રી છે ન કોઇ પ્રોપર્ટી, બહાર કાઢો તેને…
જો કે સ્વરા ભાસ્કરના આ વીડિયો પર પાયલ જ નહીં સોશિયલ મીડિયામાં બીજા પણ અનેક લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. વળી એક યુઝરે સ્વરાનો વોટિંગ બાદનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. બીજી તરફ પાયલે સોશિયલ મીડિયા પર ગાંધી-નેહરુ પરિવાર પર આપત્તિજનક પોસ્ટ કરી હતી જેના કારણે તેની રાજસ્થાન પોલીસ અટક કરી હતી. અને કોર્ટે 24 ડિસેમ્બર સુધી પાયલને ન્યાયિક હિરાસતમાં મોકલી હતી. જે પછી તેને જમાનત મળી હતી.