ઉપરાંત તેણે એક વધુ ટ્વીટ કર્યું. તેણે લખ્યું, “હું નથી ઈચ્છતી કે મારી મેહનતની કમાણી ટેક્સ તરીકે આ બીમાર NRC/CAB યોજના પર ખર્ચ થાય.”
નાગરિકાત સંશોધન બિલ સાત કલાકથી વધારેની ચર્ચા બાદ મોડી રાત્રે લોકસભામાં પસાર થયું. બિલની તરફેણમાં 311 મત અને વિરોધમાં 80 મત પડ્યા છે. તમને જણાવીએ કે, નાગરિકતા સંશોધન બિલનો પૂર્વોત્તરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યોના સ્વદેશી લોકના એક મોટા વર્ગને લાગે છે આ નાગરિકતા બિલ દ્વારા જે શરણાર્થિઓને નાગરિકતા મળશે. તેનાથી તેની ઓળખ, ભાષા અને સંસ્કૃતિ ખતરામાં પડી જશે.
પૂર્વોત્તાર રાજ્યોના મૂળ નિવાસીઓનું માનવું છે કે, આ બિલ આવતા જ તે પોતાના જ રાહ્યમાં અલ્પસંખ્યક બની જશે અને બિલથી તેમની ઓળખ અને આજીવિકાને જોખમાશે.