નવી દિલ્હી: એક તરફ જનતાને ડુંગળી ખરીદવા રૂપિયા 200 સુધી ખર્ચવા પડી રહ્યા છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે, હવે પટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 75 પહોંચી ગયો છે. ઓઈલ ઉત્પાદક કંપનીઓએ વધતા જતાં ખર્ચને પહોંચી વળવા ભાવ વધારો કર્યો હોવાનું કહ્યું હતું. એક વર્ષમાં પહેલી જ વાર એવું બન્યું કે, પેટ્રોલનો ભાવ લિટરે 75 રૂપિયા પર પહોંચ્યો હતો.
જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓનું દૈનિક ભાવ પત્રક પ્રમાણે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 75 રૂપિયા હતો જ્યારે ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. ડીઝલમાં પાંચ પૈસાનો વધારો નોંધાયો હતો. ડીઝલનો ભાવ પાટનગરમાં લિટર દીઠ રૂપિયા 66.04 રહ્યો હતો.
ભાવમાં નવ નવેમ્બર બાદ એકાંતરે સતત વધારો થતો જ રહ્યો હતો. ગયા મહિને જ પેટ્રોલમાં 2.30 પૈસાનો ભાવ વધારો થયો હતો. સાઉદી એરેબિયામાં તેલ ઉત્પાદક કંપનીઓમાં ઊભી થયેલી તકલીફના કારણે ભારતમાં પણ ભાવ વધારો જોવા મળ્યો હતો. આંતરરાષટ્રીય ક્ષેત્રે પણ ભાવમાં આવેલા પરિવર્તન ભારતમાં ભાવ વધારા માટે જવાબદાર છે.
ડુંગળી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો? દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલનો કેટલો છે ભાવ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Dec 2019 08:57 AM (IST)
આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 75 પહોંચી ગયો છે. ઓઈલ ઉત્પાદક કંપનીઓએ વધતા જતાં ખર્ચને પહોંચી વળવા ભાવ વધારો કર્યો હોવાનું કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -