આ હોટ એક્ટ્રેસે ડિએક્ટિવેટ કર્યું પોતાનું ટ્વીટર એકાઉન્ટ, જાણો શું છે કારણ
જોકે કેટલાક મીડિયા અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર વિરૂદ્ધ હંમેશા બોલવાને કારણે કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા. એવું કહેવાય છે કે, આ ટ્રોલિંગને કારણે સ્વરાએ ટ્વીટ ડિએક્ટિવેટ કર્યું છે. પરંતુ સ્વરાએ આ અહેવાલને ખારિજ કર્યા હતા અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. જણાવીએ કે, ભરે સ્વરાએ ટ્વીટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હયો પરંતુ તે આજે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયાનો જવાબ આપતા સ્વરાએ કહ્યું કે, મેં ડિજિટલ ડિટોક્સને કારણે મારું ટ્વીટર ડિએક્ટિવેટ કર્યું છે. સોશિયલ મીડિયાના કારણે હું મારી રજા એન્જોય કરી શકતી ન હતી અને દરેક સમયે જોતી રહેતી હતી કે ભારતમાં શું થઈ રહ્યું છે અને મને લાગવા લાગ્યું કે હું ટ્વીટરની એડિક્ટ થઈ ગઈ છું.
સ્વરાનું કહેવં છે કે, તે હાલમાં ‘ડિજિટલ ડિટોક્સ’ પર છે. મતલબ કે હવે તે થોડા દિવસ સુધી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરે. સ્વરા ભાસ્કર હાલમાં યૂરોપમાં વેકેશન માણી રહી છે અને તેનું કહેવું છે કે તે પરત ફર્યા બાદ ફરી એક વખત ટ્વીટર પર એક્ટિવ થઈ જશે.
નવી દિલ્હીઃ જો તમે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના ફેન છો અને સોશિયલ મીડિયા પર તેને ફોલો કરો છો તો આ તમારા માટે નિરાશા કરનાર અહેવાલ છે. સ્વરાએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું છે. જોકે સ્વરાએ કહ્યું કે, તે થોડા દિવસ બાદ ફરી સોશિયલ મીડિયા પર પરત ફરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -