મતદાનના નામે આ એક્ટ્રેસને કરવામાં આવી ટ્રોલ, આપ્યો જડબાતોડ જવાબ
abpasmita.in | 01 May 2019 08:12 AM (IST)
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર પોતાને ટ્રોલ કરી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો છે. ફિલ્મ વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરે માસ્ટરબેશન કરતો એક સીન આપ્યો હતો.
નવી દિલ્હીઃ વર્ષ 2018માં આવેલ ફિલ્મ વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરે એક માસ્ટરબેશન સીન કર્યો હતો જેના માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. સમયની સાથે આ વાત શાંત પડી ગઈ હતી પરંતુ ફરી એક વખત ટ્રોલર્સ તેને એ જ સીન માટે નિશાન બનાવી છે. મુંબઈમાં લોકસભા ચૂંટણી દરમિયાન એક યુવક અને યુવતીએ લોકોને મત આપવા માટે પ્રેરિત કરવાની એક અલગ જ રીત શોધી કાઢી હતી. સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર પોતાને ટ્રોલ કરી રહેલા લોકોને જોરદાર જવાબ આપ્યો છે. ફિલ્મ વીરે દી વેડિંગમાં સ્વરા ભાસ્કરે માસ્ટરબેશન કરતો એક સીન આપ્યો હતો. તેને આ સીન પર ટ્રોલ કરતા કેટલાક લોકો હાથમાં બેનર લઈ ફોટો પડાવી રહ્યા છે, જેમાં લખ્યું છે કે આ ચૂંટણીમાં સ્વરા ભાસ્કર ન બનતા, તમારી આંગળીનો ઉપયોગ હોશિયારીથી કરજો. પોતાને ટ્રોલ કરનારા પર આકરી પ્રતિક્રિયા આપતા સ્વરાએ લખ્યું છે કે, મારા ટ્રોલર્સ ફરી મહેનત કરી રહ્યા છે, મારા નામને જાણીતું કરવા પરસેવો પાડી રહ્યા છે. તમારી મહેનત મને ખૂબ પસંદ આવી.