નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેના એક ટ્વીટને કારણે ફરી એક વખત ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. સ્વરાએ એક ટ્વીટ જમ્મુ કાશ્મીર અને તેની ઈદને લઈને કરી છે. સ્વરાએ આ ટ્વીટ કાશ્મીરની સ્થિતિ પર દિલ્હીમાં ચાલી રહેલ એક વિરોધને સમર્થન આપવા માટે લખી.

સ્વરાએ ટ્વીટમાં લખ્યું, “આ તહેવાર પર કોઈએ પણ એકાંત અને પાગલ અનુભવવાની જરૂર નથી. દિલ્લીવાળાઓ આ કાશ્મીરી વિદ્યાર્થીઓ પ્રત્યે થોડો પ્રેમ દર્શાવો. થોડું ભોજન લઈને આવે જોડાઈ જાવ.’

સ્વરાએ સોમવારે બપોરે 1.30pm કલાકે બધાને દિલ્હીના જંતર મંતર પર પહોંચીને પ્રોટેસ્ટ કરવાની અપીલ કરી. સ્વરાએ ટ્વીટની સાથે પ્રોટેસ્ટની જાણકારી આપતું એક પોસ્ટર પણ શેર કર્યું. તેમાં કાશ્મીરનો નક્શો કાા રંગનો છે. તસવીરની સાથે લખ્યું છે, “ઈદ ઘરથી દૂર. કાશ્મીરમાં કોમ્યુનિકેશન બ્લેકઆઉટ છે તો ચાલો અમારી સાથે સેલિબ્રેટ કરો. જમ્મુ કાશ્મીરના લોકો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. તમારો લંચબોક્સ સાથે લઈને આવો.”








સ્વરાનું આ ટ્વીટ બધાને પસંદ ન આવ્યું. લોકોએ સ્વરાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યૂઝરે લખ્યું, “બીબીસીવાલાએ કહ્યું શું?” એક અન્ય યૂઝરે લખ્યું, “શું આ જ વિદ્યાર્થીઓ 2 વર્ષ પહેલા ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ભારતની હારને સેલિબ્રેટ કરી રહ્યા ન હતા? તો તેમને એક લાત મારો. એન્ટી નેશનલને લાત પડવી જોઈએ. જો તેઓ ખરેખર ભારતીય જ છે તો તેમને એટલું મળશે જેટલું અમારી ક્ષમતા બહારનું છે.”

એક યૂઝરે સ્વરાની બ્લેક કાશ્મીરની તસવીર શેર કરવા પર વિરોધ વ્યક્ત કર્યો અને લખ્યું, “જે કરવું હોય એ કરો, પરંતુ કાશ્મીરમાં અંધારો ન બતાવો. હજુ તો ત્યાં સવાર થઈ છે અને તિરંગો ખીલ્યો છે.”