નવી દિલ્હીઃ પુલવામામાં સીઆરપીએફ પર થયેલ આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ લીધો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના અનેક કેમ્પ તબાહ કર્યા. આ સમગ્ર મિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર હેઠળ પાર પાડવામાં આવ્યું. મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ મોદીએ સમગ્ર મિશન દરમિયાન આખી રાત જાગીને નજર રાખી. તેને લઈને એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પીએમ મોદી પર કટાક્ષ કરતું ટ્વિટ કર્યું.


સ્વરા ભાસ્કરે ટ્વિટ કરી લખ્યુ કે,‘આ કામનો ભાગ છે. નહીં? કે પછી આના માટે અલગથી નંબર મળવા જોઈએ?’ સ્વરાએ આ ટ્વિટ નરેન્દ્ર મોદીના કામને લઈને કર્યું હતું. આ ટ્વિટ બાદ લોકોએ સોશિયલ મીડિયા પર સ્વરાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યૂઝર્સે કહ્યું કે,‘શું તમે 18 કલાક કામ કરો છો? ના, કરાણે કે તમારી પાસે કામ જ નથી. તમને મોદી ફોબિયા થયો છે.’