સ્વરા ભાસ્કરે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે તેમે પોતાની ઉંમર બધાથી છુપાવી છે. સ્વરાએ એ પણ કહ્યું કે, તેણે ચાર વર્ષ સુધી પોતાની ઉંમર 28 વર્ષ ગણાવી અને કોઈને તેના પર વિશ્વાસ ન થયો. 32 વર્ષની થયેલ આ એક્ટ્રેસે કહ્યું કે, જ્યારે તે 30 વર્ષની હતી ત્યારે તેણે એક કે કાપી. એ કેક પર 25 વર્ષ લખ્યું હતું. એ સમયે સ્વરાની ઉઁમર 25 વર્ષ બતાવવામાં આવી. જોકે, સ્વરાએ બાદમાં બધા સામે સત્ય સ્વીકારી લીધું.

ઇન્ટરવ્યૂ દરમિયાન ઉંમરને લઈને કર્યો ખુલાસો

કોસ્મોપોલિટન ઇન્ડિયાની સાથે એક ઇન્ટરવ્યૂમાં સ્વરાએ કહ્યું, એક્ટ્રેસ તરીકે હું જે ઉંમર અનુભવું છું, તે બોલી દવ છું. હાલમાં હું 32 વર્ષની છું પરંતુ હું ઘણાં વર્ષો સુધી 28ની જ હતી. આ થોજું અજીબ છે પરંતુ કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું. જોકે, હવે મારી ચોરી પકડાઈ ગઈ છે.”

ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વરાએ પોતાના 30માં જન્મદિવસની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, “મને યાદ છે, જ્યારે હું 30 વર્ષની હતી ત્યારે મેં એક કેક કાપી જેના પર મારી ઉંમર 25 વર્ષ લખવામાં આવી હતી. બાદમાં મેં બધાને તેના વિશે જણાવ્યું. લોકો મારી વાત પર વિશ્વ કરી રહ્યા ન હતા. તેઓ માનતા હતા કે હું ખોટું બોલું છું.”

સ્વરાની અત્યાર સુધીની સફર

તમને જણાવીએ કે, સ્વરા ભાસ્કર ચર્ચામાં રહે છે. સ્વરાએ દિલ્હી યૂનિવર્સિટીથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ જેએનયૂથી પોતાની સમાજશાસ્ત્રમાં માસ્ટર કર્યું. સ્વરાએ માત્ર 30 વર્ષની ઉંમરમાં જ ઘણું મેળવી લીધું છે. સાથે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2018માં આવેલ અનેક ફિલ્મો વીરે દી વેડિંગમાં સ્વરાએ લીડ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પણ તેની ભૂમિકા એક નિડર અને બિન્દાસ યુવતીની હતી. તેની સાથે જ નિલ બટ્ટે સન્નાટા, રાંઝના, પ્રેમ રતન ધન પાયો અને તનુ વેડ્સ જેવી અનેક ફિલ્મોમાં પણ સ્વરાએ દમદાર ભૂમિકા કરી અને ફેન્સનું દિલ જીત્યું.