Coronavirus: રશિયાની રસી ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાલય માટે ભારત પહોંચી ગઈ છે. સ્પુતનિક-5ને કોરોના વાયરસ વિરૂદ્ધ વિશ્વની પ્રથમ રસી હોવાનું કહેવાય છે. ડો. રેડ્ડીઝ લેબને મંજૂરી મળ્યા બાદ શુક્રવારે ભારતમાં રસી લાવવામં આવી.


ભારતમાં રશિયાની રસીનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યા બાદ રસીના ભારતમાં આવાવની જાણકારી મળી છે. વીડિયોમાં કન્ટેનરને સ્પિતનિક-5 રસીના પ્રતીક ચિન્હ સાથે જોઈ શકાય ચે. દરવાજો ખોલીને એક નાના ટ્રકથી સ્થાનીક કર્મચારી રસી ઉતારી રહ્યો છે.


કેટલાક રિપોર્ટમાં કોરોના વાયરસ વિરૂદ્ધ સ્પુતનિક-5 રસી 92 ટકા પ્રભાવી હોવાની વાત સામે આવ્યા બાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. હૈદ્રાબાદની ફાર્મા કંપની ડો. રેડ્ડીઝ ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાલય કરવા જઈ રહી છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના મુખ્ય કાર્યકારી અધિકારી કિરિલ દમૈત્રીએ પણ કહ્યું કે, ભારતને રસી પ્રાથમિકતાના આધારે મળશે. જોકે, આ વાત ત્યાં સુધી જ માન્ય રહેશે જ્યાં સુધી ભારતીય નિયામક સંસ્થાઓ ચોક્કસ સમયમાં મંજૂરી આપી દે. બાકી રશિયાનું એ પણ કહેવું છે કે, જો ભારત મંજૂરી દેવામાં વિલંબ કરે તો તે રસી બીજા દેશને આપી દેશે.