Kunal Kamra Video Copyright Claim: કુણાલ કામરાએ એક ટ્વીટમાં કહ્યું છે કે ટી-સીરીઝે તેમના વિડીયો 'નયા ભારત' પર કોપીરાઈટ દાવો કર્યો છે. આ ટ્વીટમાં તેમણે મ્યુઝિક કંપની પર પ્રહારો કર્યા છે અને લખ્યું છે કે તેમણે એવું કંઈ કર્યું નથી જે કાયદાકીય રીતે ખોટું હોય. તમને જણાવી દઈએ કે ટી-સીરીઝ દ્વારા યુટ્યુબને રિપોર્ટ કર્યા પછી, યુટ્યુબે કામરાના 45 મિનિટના વિડિઓની વિઝિબિલિટી અને મોનિટાઈઝેશનને બ્લોક કરી દીધું છે. કુણાલ કામરાએ આનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
પોસ્ટ અહીં જુઓ
કુણાલ કામરાએ સ્ક્રીનશોટ શેર કરીને મ્યુઝિક કંપની ટી-સિરીઝની ટીકા કરી છે. તેમણે લખ્યું છે- 'હેલો ટી-સિરીઝ, કઠપૂતળી બનવાનું બંધ કરો.' પેરોડી અને વ્યંગ્ય કાયદેસર રીતે વાજબી ઉપયોગ હેઠળ આવરી લેવામાં આવે છે. મેં ગીતના શબ્દો કે મૂળ વાદ્યનો ઉપયોગ કર્યો નથી.
કામરાએ લોકોને આગળ કહ્યું કે - "ભારતમાં મોનોપોલી કોઈ માફિયાથી ઓછો નથી, તેથી કૃપા કરીને આ વિડિઓ દૂર થાય તે પહેલાં તેને જુઓ અથવા ડાઉનલોડ કરો." આ ટ્વીટમાં ટી-સીરીઝને ટેગ કરતી વખતે, કામરાએ એમ પણ કહ્યું છે કે તે હાલમાં તમિલનાડુમાં રહે છે.
કુણાલ કામરાએ 'હવા હવાઈ' ગીતની ધૂન પર એક કવિતા ગાઈ હતી જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે શ્રીદેવી પર ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં ફિલ્માવવામાં આવેલા આ ગીતના અધિકારો મ્યુઝિક કંપની ટી-સીરીઝ પાસે છે.
ટી-સિરીઝનો જવાબહવે આ મામલે ટી-સિરીઝના પ્રવક્તા તરફથી જવાબ આવ્યો છે. જવાબમાં કહેવામાં આવ્યું છે કે, "કુણાલ કામરાએ ગીતમાં વપરાયેલા મ્યુઝીકલ વર્ક ઉપયોગ માટે કોઈ ઓથોરાઈઝેશન કે મંજૂરી લીધી નથી. તેથી, આ સામગ્રીને કંપોઝીશન રાઈટ્સનું ઉલ્લંઘન કરવા બદલ બ્લોક કરવામાં આવી છે."
કુણાલ કામરાની મુશ્કેલીઓ વધીરવિવારે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર આડકતરી રીતે હુમલો કરતી એક કવિતા વાયરલ થયા બાદ, હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરવામાં આવી હતી, જ્યાં તેનું શૂટિંગ થયું હતું. યુટ્યુબ પરના આ વીડિયો પર કાર્યવાહી કરવામાં આવી છે, તો બીજી તરફ, મહારાષ્ટ્રમાં બે FIR પણ નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે તેમને હાજર થવા માટે બીજું સમન્સ પણ મોકલ્યું છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર 'ગદ્દાર' ટિપ્પણી બાદ શિવસેનાના કાર્યકરો ગુસ્સે ભરાયા છે.