Gandhinagar: ગુજરાતે 3 લાખ કરતાં વધુ ઘરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપીને સમગ્ર દેશમાં વગાડ્યો ડંકો
Gandhinagar: સમગ્ર ભારતમાં સ્થપાયેલ ૪૮,૫૮૮ મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો પૈકી ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે ૧૨,૫૮૪ મેગાવોટ છે, જે સમગ્ર દેશમાં સ્થપાયેલ વિન્ડ પ્રોજેકટના ૨૬ ટકા જેટલી એટલે કે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે.

Gandhinagar: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની અંદાજપત્રીય માંગણી પરની ચર્ચામાં વિધાનસભા ખાતે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વીતરણ કંપનીઓમાં સેવા અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી અને એમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+રેટિંગ મળેલ છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપની અનુક્રમે ૧, ૨ અને ૩ ક્રમે આવી છે અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની પાંચમા ક્રમે આવી છે.આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર દ્વારા બેસ્ટ ટ્રાન્સમીશન યુટીલીટીમાં જેટકોને સી.બી.આઇ.પી. એવોર્ડ ૨૦૨૪ આપવામાં આવ્યો છે.
વધુમાં ભારત સરકાર દ્વારા વર્ષ-2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્યાંક નકકી કર્યો છે. ગુજરાત પણ અંદાજીત 100 ગીગાવોટ કરતાં વધુ કેપેસીટી સ્થાપિત કરવા માટે કટિબદ્ધ છે. જેનાથી રાજયના સસ્ટેનેબલ વિકાસ અને ઊર્જા સુરક્ષાને વેગ મળશે તથા સસ્તા દરે વીજળી પણ ઉપલબ્ધ થશે. આપણે ભારતના ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બનના આયોજનમાં ઘણા આગળ વધ્યા છીએ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતને ઝીરો કાર્બન કરવાનું આયોજન છે.
ટ્રેન્ડિંગ




સમગ્ર ભારતમાં સ્થપાયેલ ૪૮,૫૮૮ મેગાવોટ ક્ષમતાના વિન્ડ પાવર પ્રોજેક્ટો પૈકી ગુજરાતની સ્થાપિત ક્ષમતા આશરે ૧૨,૫૮૪ મેગાવોટ છે, જે સમગ્ર દેશમાં સ્થપાયેલ વિન્ડ પ્રોજેકટના ૨૬ ટકા જેટલી એટલે કે સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. તદુપરાંત, ગુજરાતમાં સ્થાપિત સોલાર પ્રોજેક્ટોની વીજક્ષમતા આશરે ૧૮,૧૨૫ મેગાવોટ છે, જે દેશમાં સ્થપાયેલ સોલાર પ્રોજેકટના ૧૮ ટકા જેટલી છે. રાજ્યના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટોની કુલ સ્થાપિત ક્ષમતા ૩૨,૯૨૪ મેગાવોટ છે જે સમગ્ર દેશની કુલ સ્થાપિત ક્ષમતા ૨,૧૪,૬૭૭ મેગાવોટની સાપેક્ષે ૧૫ ટકા જેટલી છે. જે રાજ્ય સરકારની દૂરંદેશી નીતિ તથા સક્ષમ નેતૃત્વની દૂરોગામી અસર દર્શાવે છે.
સોલાર રૂફ્ટોપ સિસ્ટમ મામલે ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને
તેમણે કહ્યું કે,મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ દેશની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનું યોગદાન આપી શકે તે માટે સરકારે પી.એમ. સૂર્ય ઘર યોજના જાહેર કરી છે. જે થકી સમગ્ર દેશમાં ૧ કરોડ ઘરો પર સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવાનું આયોજન છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ ૩ લાખ કરતાં વધુ ધરોમાં સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે, જે દેશના ૪૦ ટકા છે,જેમાં પણ ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને છે.
રાજયની પોતાની 'સૂર્ય ગુજરાત યોજના' હેઠળ રાજયમાં ૫.૨૧ લાખ ધરો ઉપર સોલાર રૂફટોપ સ્થાપિત કરી ૨૦૭૩ MW વીજળી પેદા કરવામાં આવી રહી છે. જે દેશમાં ૮૨ ટકા સાથે પ્રથમ સ્થાને છે. હવે, પી.એમ. સૂર્ય ઘર યોજનાનો મહત્તમ લાભ લઈ રાજયમાં વધારેમાં વધારે સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં આવશે. જેનાથી રાજયના નાગરિકોને વીજ બિલમાં પણ રાહત થશે. આ યોજનાનો મહતમ લાભ રાજ્યના ગ્રાહકોને મળે અને તેઓને સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી ૬ kW સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા મીટરીંગ અને કનેકટીવીટી ચાર્જમાં પ્રતિ કનેક્શન રૂ.૨,૯૫૦ની રાહત આપવા કુલ રૂ. ૧૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.